BODELICHHOTA UDAIPUR

પોલીસ દ્વારા ₹૭,૨૭,૨૦૦/- ના વિદેશી દારૂ અને કાર સાથે મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંઘ, છોટાઉદેપુર પોલીસ અધિક્ષક શ્રી આઈ.જી.શેખ અને બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્માની સૂચના મુજબ આગામી સ્થાનિક ચૂંટણીઓ અન્વયે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલ ઝુંબેશ અંતર્ગત બોડેલી પોલીસને મોટી સફળતા મળી છે. બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એસ.બરંડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી કે.એમ.રાઠોડ અને તેમની ટીમ કુંડી ગામની સીમમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એક શંકાસ્પદ ગ્રે કલરની મારૂતી સુઝુકી બલેનો કાર (નંબર-GJ-03-JC-5634) ને આંતરવામાં આવી હતી. તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરના ૫૦૦ મી.લી.ના કુલ ૬૦૦ નંગ ટીન (કિંમત ₹૧,૨૭,૨૦૦/-) મળી આવ્યા હતા. પોલીસે ₹૬,૦૦,૦૦૦/- ની કિંમતની બલેનો કાર સહિત કુલ ₹૭,૨૭,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે પોલીસને જોઈ નાસી ગયેલા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. પી.એસ.બરંડા, પીએસઆઈ કે.એમ.રાઠોડ, પીએસઆઈ જે.વી.પગી તથા એ.એસ.આઈ. દિનેશભાઈ, રમણભાઈ અને હેડ કોન્સ્ટેબલ હરેંદ્રસિંહ, વિજયભાઈ તથા કોન્સ્ટેબલ કિશનભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!