MORBI:મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ, જીલ્લામાં કુલ ૧૭૨ ફોર્મ રદ




MORBI:મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ, જીલ્લામાં કુલ ૧૭૨ ફોર્મ રદ

મોરબી: મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગારા વાગી ચૂક્યા છે ત્યારે વહીવટી પ્રક્રિયા હવે વેગ પકડી રહી છે. ઉમેદવારી પત્રો ભરવાની મુદત પૂર્ણ થયા બાદ, આજે વિવિધ કચેરીઓ ખાતે ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકા સ્તરે કુલ ૧૭૨ ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા છે.

ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓ દ્વારા વિગતોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં નીચે મુજબના આંકડા સામે આવ્યા છે:મોરબી જીલ્લા પંચાયત: ૩૬ ફોર્મ રદ
પાંચ તાલુકા પંચાયત: ૧૧૧ ફોર્મ રદ
મોરબી મહાનગરપાલિકા: ૨૩ ફોર્મ રદ
માળિયા નગરપાલિકા: ૦૨ ફોર્મ રદ
કુલ: ૧૭૨ ફોર્મ રદ
ટેકેદારની સહી અને મેન્ડેડના અભાવે ફોર્મ કપાયા
કુલ રદ થયેલા ૧૭૨ ફોર્મ પૈકી મોટાભાગના ફોર્મ ડમી ઉમેદવારોના અથવા પક્ષનું મેન્ડેડ ન મળ્યું હોવાને કારણે રદ થયા છે. જોકે, ૩ ફોર્મ ગંભીર ક્ષતિઓને કારણે રદ થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે:
જીલ્લા પંચાયત (ઘૂટું બેઠક): બસપાના ઉમેદવાર જશુબેન મનસુખભાઈ ચૌહાણનું ફોર્મ રદ થયું છે. આ બેઠક OBC અનામત હતી, પરંતુ પક્ષે અલગ મેન્ડેડ આપ્યું હતું અને ઉમેદવાર શૈક્ષણિક લાયકાત સિદ્ધ કરી શક્યા ન હતા.
મહાનગરપાલિકા (વોર્ડ નં. ૦૪): અપક્ષ ઉમેદવાર રવિ શામજીભાઈ વરાણીયાનું ફોર્મ ટેકેદારની સહી ન હોવાને કારણે રદ થયું છે.મહાનગરપાલિકા (વોર્ડ નં. ૦૫): અપક્ષ ઉમેદવાર સંતોષ રવજીભાઈ વણોલનું ફોર્મ પણ ટેકેદારની સહીના અભાવે રદ કરવામાં આવ્યું છે.નોંધ: હવે આગામી દિવસોમાં ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે અને ખરાખરીનો જંગ જામશે.



