KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના અક્કાશ વાઘેલા વધુ અભ્યાસ અર્થે જર્મની જતા સમાજના બુદ્ધિજીવી ઓની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ યોજાયો.

 

તારીખ ૧૪/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કસ્બા વિસ્તારના યુવા અક્કાશ એહમદ વાઘેલા MSc.E-Commerce and Logistics Management ના ઉચ્ચ અભ્યાસ અર્થે સ્ટુડન્ટ વિઝા પર જર્મની જવા રવાના થતાં ડૉ. આંબેડકર સ્મરણાંજલિ સમિતિ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા મદીના મસ્જિદ પાસે તેમનો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષણિક સિદ્ધિ બદલ સમગ્ર સમાજમાં ગર્વની લાગણી જોવા મળી હતી.

કાલોલ વિસ્તારના બિલાલ એહમદ વાઘેલાના પુત્ર અક્કાશે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવીને કાલોલ મુસ્લીમ સમાજનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે લઘુમતી સમાજના અગ્રણી હાજી ફારૂકભાઈ ગોરા, હાજી શકીલભાઈ વાઘેલા, સૈયદ સોકતઅલી, જાકીરખાન હાજી મુસ્તાકખાન પઠાણ સાથે ડૉ. આંબેડકર સ્મરણાંજલિ સમિતિના સુનિલભાઈ મકવાણા અને રાકેશભાઈ મકવાણા સહિત મુસ્લીમ બિરાદરોએ મોટીસંખ્યામાં હાજરી આપી અક્કાશને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી જ્યાં સમિતિના પ્રમુખ સુનીલભાઈ મકવાણાએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં જણાવ્યું કે, “તમારું આ સિદ્ધિ ભર્યું પગલું ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત છે. વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને માત્ર પોતાનું જ નહીં પરંતુ સમાજ અને દેશનું નામ પણ રોશન કરો. તમારી મહેનત અને લગન તમને ચોક્કસ નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. પરમાત્મા તમને સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમનો સૌથી પ્રેરક મુદ્દો વાઘેલા પરિવારની જાહેરાત રહી. વાઘેલા પરિવારના ભાઈઓએ લઘુમતી સમાજના વાલીઓને ખુલ્લું આમંત્રણ આપતા જણાવ્યું કે, “સમાજના કોઈપણ બાળકને વિદેશમાં ભણવાની ઈચ્છા હોય અને આર્થિક તકલીફ નડતી હોય તો નિઃસંકોચ અમારો સંપર્ક કરો. શિક્ષણ માટે અમે ચોક્કસ મદદરૂપ થઈશું.” પરિવારની આ હૈયાધારણને ઉપસ્થિત તમામ આગેવાનો અને નાગરિકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ ગણાવી હતી જ્યાં કાલોલ જેવા નાના શહેરમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે અભ્યાસ માટે જતા અક્કાશની સફર અન્ય યુવાનો માટે માર્ગદર્શક બનશે તેવો આશાવાદ ઉપસ્થિત સમાજના બુદ્ધિજીવીઓ દ્વારા આ તકે વ્યક્ત કરાયો હતો.

Back to top button
error: Content is protected !!