KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના વેજલપુરમાં ૧૨ વર્ષથી રોડ ન બનતા રોષ,વિવેકાનંદ સોસાયટીના રહીશો દ્વારા ‘ચૂંટણી બહિષ્કાર’ના બેનર લાગ્યા.

 

તારીખ ૧૪/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વિકાસની મોટી મોટી વાતો વચ્ચે કાલોલ તાલુકાના વેજલપુર ગામની એક સોસાયટીના રહીશો પાયાની સુવિધા માટે વલખાં મારી રહ્યા છે ત્યારે વેજલપુરની વિવેકાનંદ સોસાયટીમાં છેલ્લા ૧૨ વર્ષથી નવો રોડ બનાવવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની ઉદાસીનતા સામે વિરોધ નોંધાવવા રહીશોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનર લગાવી દીધા છે.સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી રોડ ન બનવાને કારણે હાલમાં સમગ્ર વિસ્તારમાં કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોમાસામાં તો સ્થિતિ વધુ બદતર બની જાય છે. ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી છે. સોસાયટીની આ દુર્દશાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે અને જાગૃત નાગરિક ગૌતમ સેવાણી દ્વારા આ બાબતે અનેક સ્તરે રજૂઆતો કરવામાં આવી છે.જેમાં સ્થાનિક પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ની મુલાકાતલેવાઈ હતી જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત.PG પોર્ટલ (ઓનલાઇન ફરિયાદ) દ્વારા ફરિયાદ ગ્રામ પંચાયતે અગાઉ જણાવ્યું હતું કે, ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી RCC રોડ બનાવવાનું આયોજન ગ્રામસભામાં મંજૂર કરી કલેક્ટર કચેરીને મોકલી આપવામાં આવ્યું છે. TDOએ પણ રૂબરૂ મુલાકાત લઈને દરખાસ્ત ઉપર મોકલી હોવાનું રટણ કર્યું હતું. જોકે, વાસ્તવિકતામાં હજુ સુધી રોડનું કામ શરૂ થયું નથી.”રોડ નહીં તો વોટ નહીં”તંત્ર દ્વારા વારંવાર આપવામાં આવતા ‘ખોટા વાયદા’થી કંટાળીને અંતે સોસાયટીના રહીશોએ આક્રમક વલણ અપનાવ્યું છે. સોસાયટીના પ્રવેશદ્વાર અને અન્ય વિસ્તારોમાં “રોડ નહીં તો વોટ નહીં” ના સૂત્રો સાથે ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. રહીશોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી નવો RCC રોડ બનાવવાની નક્કર કાર્યવાહી શરૂ નહીં થાય, ત્યાં સુધી તેઓ કોઈપણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે નહીં.

 

Back to top button
error: Content is protected !!