TANKARA:ટંકારા જૂની કોર્ટ પાસે વર્લી-ફીચરનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો




TANKARA:ટંકારા જૂની કોર્ટ પાસે વર્લી-ફીચરનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

ટંકારા: શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ પોલીસ લાલઆંખ કરી રહી છે. ત્યારે ટંકારા પોલીસની ટીમે બાતમીના આધારે જૂની કોર્ટ વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં વર્લી-ફીચરના આંકડા પર જુગાર રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે.

ટંકારા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીને આધારે જૂની કોર્ટ વાળી શેરીમાં રેઇડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સંજય દેવજીભાઇ વિઠલાપરા નામનો શખ્સ ગેરકાયદેસર રીતે વર્લી-ફીચરના આંકડા લખી પૈસાની હાર-જીતનો જુગાર રમતા અને લેતી-દેતી કરતા મળી આવ્યો હતો. સંજય દેવજીભાઇ વિઠલાપરાને ઘટનાસ્થળેથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.મુદ્દામાલની જપ્તી: પોલીસે આરોપી પાસેથી જુગારના સાહિત્ય સહિત રોકડ રકમ જપ્ત કરી છે. ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




