NATIONAL

CBSE બોર્ડ નું ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર, 93.70 ટકા વિદ્યાર્થીઓ પાસ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર કર્યું છે. ગયા વર્ષના 93.66 ટકાના મુકાબલે આ વર્ષે કુલ 93.70 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે બોર્ડે ઉત્તરવહીઓ તપાસવાનું કામ રૅકોર્ડ બ્રેક સમયમાં પૂરું કરીને લગભગ એક મહિના વહેલું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

દર વખતની જેમ આ વખતે પણ દીકરીઓએ ફરી બાજી મારી છે. વિદ્યાર્થીઓના મુકાબલે વિદ્યાર્થીનીઓ વધુ પાસ થઈ છે. જોકે બોર્ડે સત્તાવાર ટોપરની યાદી જાહેર કરી નથી, પરંતુ જે વિદ્યાર્થીઓએ જે વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે તેમને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.

જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં સફળ થયા નથી, કે પછી પોતાના નંબરોથી સંતુષ્ટ નથી, તેઓએ નિરાશ થવાની જરૂર નથી. સીબીએસઈ 15 મે-2026થી ‘સેકન્ડ બોર્ડ એક્ઝામ-Phase-2’નું આયોજન કરવાની છે. આ માટે ટૂંક સમયમાં અરજી પ્રક્રિયા શરૂ થશે.

Back to top button
error: Content is protected !!