
કામરેજ: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે કામરેજ તાલુકા કોંગ્રેસમાં મોટું રાજકીય સંકટ સર્જાયું છે. ખોલવડ જિલ્લા પંચાયત બેઠક પર છેલ્લી ઘડીએ સર્જાયેલા વિવાદને કારણે કોંગ્રેસના અનેક ઉમેદવારોએ મેદાન છોડ્યું છે ખોલવડ જિલ્લા પંચાયતની બેઠક માટે જયેશભાઈ બી. સોલંકીને છેલ્લી ઘડીએ પાર્ટીનું મેન્ડેટ ન મળતા કાર્યકરો અને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સામૂહિક રાજીનામાં જેવી સ્થિતિ: જયેશભાઈને મેન્ડેટ ન મળવાના વિરોધમાં કામરેજ તાલુકાના અન્ય ઉમેદવારોએ એકસંપ થઈ ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો.પરત ખેંચાયેલા ફોર્મ 08 જિલ્લા પંચાયતની બેઠકો 02 તાલુકા પંચાયતની બેઠકો
ચૂંટણીના ઠીક પહેલા આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કામરેજ પંથકમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને વિરોધ પક્ષો માટે મેદાન મોકળું થયું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ





