SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ વિભાગની બાજ નજર

નિરપેક્ષ અને નીડર રીતે ચૂંટણી થાય તે પ્રકારના પોલીસ વિભાગના પ્રયત્નો શરૂ.

તા.16/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

નિરપેક્ષ અને નીડર રીતે ચૂંટણી થાય તે પ્રકારના પોલીસ વિભાગના પ્રયત્નો શરૂ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું લાંબી રજા ઉપરથી પરત ફર્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અને કામે લાગ્યા છે ત્યાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તથા સુરેન્દ્રનગર જિલ્લામાં 182 જેટલી તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ 32 જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતી ન થાય અથવા તો દારૂ વિતરણ તેમજ મત ખરીદવા માટે કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ ના થાય તેની ઉપર હવે પોલીસ વિભાગ દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં કુલ 140 જેટલા ઉમેદવારો ચૂંટણી લડવાના છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બેઠક ઉપર પણ 100 થી વધુ ઉમેદવારો ચૂંટણી લડવાના છે તાલુકા પંચાયતમાં પણ 500 થી વધુ ઉમેદવારો ચૂંટણી લડવા માટે તૈયાર છે અને ફાઇનલ લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે ત્યારે આ અંગે હવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ભોળવવા માટે અને ઉમેદવારો મતની ખરીદી કરે તે પ્રકારના ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે તે માટે અલગ અલગ મતદાતાઓને લોભામણી લાલચો પણ આપવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને દારૂ અને અન્ય લખેલી પદાર્થનું વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ ચાલુ વર્ષે આ પ્રકારના કૃતિને થાય તે પ્રકારના પોલીસ વિભાગ દ્વારા પણ હાલથી જ પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે ગ્રામીણ વિસ્તારોમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા અલગ અલગ સ્થળો ઉપર દરોડા પાડી અને વિદેશી દારૂ ઝડપવામાં આવી રહ્યો છે સ્થાનિક પોલીસની ટીમોને પણ કામે લગાવી દેવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!