
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા ગામના યુવા કલાકાર પ્રતિક ખુરકુટિયાએ પેઈન્ટિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. પ્રતિકને તેની શ્રેષ્ઠ કળા માટે પ્રતિષ્ઠિત ‘ટાટા ટ્રસ્ટ્સ બેનેટ નેશનલ એવોર્ડ’ (Tata Trusts Bennett National Award) એનાયત કરવામાં આવ્યો છે.
પ્રારંભિક શિક્ષણ આહવાની દીપ દર્શન સ્કૂલમાં પૂર્ણ કર્યા બાદ પ્રતિક પોતાની કળા પ્રત્યેની રુચિ હોવાથી તે હાલમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યો છે.
ટાટા ટ્રસ્ટ્સ દ્વારા આપવામાં આપવામાં આવેલ આ એવોર્ડ દેશભરના પ્રતિભાશાળી યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રતિકની પેઈન્ટિંગમાં રહેલી મૌલિકતા અને કલાત્મક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને તેની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. આ સફળતા શાળા તેમજ ગ્રામજનોએ અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યાં હતાં.





