BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

યુનિવર્સિટી સંચાલિત શામળદાસ કોલેજની બહાર હોકી ગ્રાઉન્ડ પાસે કોઈ જરૂરીયાત વિના દરવાજો ઊભો કરી દેવાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તંત્ર દ્વારા સતત મનમાનીભર્યા અને આડેધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જાણે આ જાહેર યુનિવર્સિટી નહીં પરંતુ કોઈની ખાનગી મિલ્કત હોય તે રીતે તંત્ર વર્તી રહ્યું છે. તાજેતરમાં શામળદાસ કોલેજની બહાર હોકી ગ્રાઉન્ડ પાસે કોઈ જરૂરીયાત વિના દરવાજો ઊભો કરી દેવામાં આવ્યો છે, જે સીધો વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા માટે હેરાનગતિ સર્જે છે.

આ દ્રષ્ટિહીન અને આંધળા નિર્ણયના કારણે શામળદાસ કોલેજના વિદ્યાર્થીઓને વાહન લઈને આવજાવ કરવામાં ભારે તકલીફો ભોગવવી પડી રહી છે, કારણ કે હવે એક જ બાજુથી જ જવું પડે છે. ઉપરાંત, વાઘાવાડી રોડ તરફથી ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ જતા લોકો માટે પણ આ દરવાજો અડચણરૂપ બની ગયો છે. જેના કારણે લોકોને બિનજરૂરી લાંબા ફેરા મારવા પડે છે. એક બાજુ પેટ્રોલના વધતા ભાવથી જનતા પહેલેથી જ પરેશાન છે, ત્યારે યુનિવર્સિટી તંત્ર આવા નિર્ણયોથી લોકો પર વધારાનો આર્થિક બોજો નાખી રહ્યું છે.

યુનિવર્સિટી તંત્રનો આ નિર્ણય સ્પષ્ટપણે જનહિત વિરુદ્ધ છે અને હજારો લોકોને રોજિંદી મુશ્કેલીઓમાં ધકેલી રહ્યો છે. NSUI આ નિર્ણયનો કડક વિરોધ કરે છે અને સ્પષ્ટ ચેતવણી આપે છે કે તાત્કાલિક આ અનાવશ્યક દરવાજો દૂર કરવામાં નહીં આવે તો NSUI દ્વારા આ દરવાજો ઉખેડી નાખવામાં આવશે. તંત્રની આ મનમાની હવે કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે અને આવનારા સમયમાં ઉગ્ર આંદોલન માટે સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે

જીશાન ખૂંટ

Back to top button
error: Content is protected !!