BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એકનો જીવ ગયો, મૃતાંક થયો 11

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થયું છે. આ સાથે કુલ મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે. ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિક કિલજીનું દારૂ પીધાના પાંચમાં દિવસે સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક યુવક ભરતનગર વિસ્તારમાં વર્ધમાનનગરમાં રહેતો હતો. જેને પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ વધુ તબિયત લથડતા સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નકલીકાંડનો તાર સિહોર તાલુકા સુધી પહોંચ્યા છે. સિહોર પોલીસે 2 બુટલેગરોની ધરપકડ કરી છે. પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના વ્યક્તિની પૂછપરછમાં ખુલાસો કર્યો છે. વરતેજ ગામના હરદીપ મોરી પાસેથી 10 પેટી રોયલ સ્ટેગની ખરીદી હતી. પ્રવીણ, અશ્વિને અને તેના મિત્રોએ 5થી 6 રોયલ સ્ટેગની દારૂની બોટલનું સેવન કર્યું હતું, રોયલ સ્ટેગની દારૂની બોટલો સારી નહિ લાગતા હરદીપને પરત લઈ જવાનું કહ્યું હતું. નકલીકાંડ સામે આવતા બંને વ્યક્તિઓએ શિહોરના સર ગામની સીમમાં દારૂનો નાશ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!