MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓ ને રાશન કીટ સહાય

 

MORBI મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓ ને રાશન કીટ સહાય

 

મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા છેલ્લા બે વર્ષથી “Adoption of Maa” પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ અસહાય અને જરૂરિયાતમંદ માતાઓને દર મહિને બેઝિક રાશન કિટ આપી તેમની જીવનજરૂરિયાતોને પૂર્ણ કરવામાં સહાય કરવામાં આવે છે.


આ વર્ષે પણ સંસ્થાએ સેવા અને માનવતાના આ કાર્યને આગળ વધારતા કુલ 19 માતાઓને રાશન કીટ માટે દત્તક લીધી છે અને આવી રીતે કુલ 43 માતાઓ ને આજ સુધી મદદરૂપ થયા છે. આ તમામ માતાઓને સમગ્ર વર્ષ દરમિયાન દર મહિને નિયમિત રીતે બેઝિક રાશન કિટ આપવામાં આવશે.
મુસ્કાન વેલફેર સોસાયટીનો આ પ્રયાસ સમાજમાં સહાનુભૂતિ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે અને જરૂરિયાતમંદ માતાઓ માટે આશાનો એક કિરણ બની રહ્યો છે.

Back to top button
error: Content is protected !!