MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના વિરપરડાના રામજી મંદિર ખાતે ભવ્ય ગાયત્રી યજ્ઞ યોજાયો: ભક્તિભાવ સાથે ગ્રામજનો જોડાયા

 

MORBI મોરબીના વિરપરડાના રામજી મંદિર ખાતે ભવ્ય ગાયત્રી યજ્ઞ યોજાયો: ભક્તિભાવ સાથે ગ્રામજનો જોડાયા

 

મોરબી: આજરોજ મોરબી તાલુકાના વિરપરડા ગામમાં આધ્યાત્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ગામના પવિત્ર રામજી મંદિર ખાતે ગાયત્રી પરિવાર મોરબી દ્વારા વિશેષ ગાયત્રી હોમ-હવન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


આ યજ્ઞમાં ગાયત્રી મંત્રના ગુંજારવ સાથે વાતાવરણ અત્યંત શુદ્ધ અને પવિત્ર બન્યું હતું. ગાયત્રી પરિવારના પ્રતિનિધિઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન અને હવન સંપન્ન કરવામાં આવ્યો હતો.વિરપરડા ગામના ભાઈઓ અને બહેનો આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રદ્ધાળુઓએ શિસ્તબદ્ધ રીતે હવનમાં આહુતિ અર્પણ કરી હતી અને વિશ્વ કલ્યાણ તેમજ સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Back to top button
error: Content is protected !!