MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA વિરપર-લીલાપર નવો રોડ ધમધમ્યો,પસાર થવું નાગરિકો માટે બન્યું જોખમી.

 

TANKARA વિરપર-લીલાપર નવો રોડ ધમધમ્યો,પસાર થવું નાગરિકો માટે બન્યું જોખમી.

 

જિલ્લા પંચાયત હસ્તક તાજેતરમાં બનેલો વીરપર થી લીલાપર સુધીનો માર્ગ હાલ વિવાદનું કેન્દ્ર બન્યો છે. લાખોના ખર્ચે બનેલો આ રસ્તો શું માત્ર ખાણ-ખનીજ વિભાગના ભારે વાહનો માટે જ બનાવવામાં આવ્યો છે? તેવો રોષ સ્થાનિક સામાન્ય નાગરિકોમાં જોવા મળી રહ્યો છે.

મોરબી: એક તરફ મોરબી જિલ્લામાં રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને એસપી મુકેશ પટેલની સૂચનાથી ખનીજ માફિયાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ પરથી લીલાપર રોડ ખનીજ ચોરી વાહનો ચાલવાનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તંત્રની વહેમ નજર હેઠળ ચાલતો આખેલ હવે ગ્રામજનો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે ખનીજ ચોરો માટે ‘ગોલ્ડન કોરિડોર’વિરપરથી લીલાપર સુધીનો નવો બનેલો રોડ ગ્રામજનોની સુવિધા માટે હતો, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ રોડ બનતાની સાથે જ ખનીજ માફિયાઓ માટે રસ્તો સાવ મોકળો થઈ ગયો છે. અને ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે આ નવા રોડ પર દિવસ-રાત ખનીજ ભરેલા ઓવરલોડ ડમ્પરો બેફામ ગતિએ દોડી રહ્યા છે. જો કોઈ કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ? રાત્રિના અંધકારમાં આ ડમ્પરો જાણે મોત બનીને દોડતા હોય તેમ ગ્રામજનોમાં ફાળ પડી રહી છે.લાખોના ખર્ચે બનેલો આ નવો રોડ ઓવરલોડ વાહનોના કારણે ટૂંક સમયમાં જ તૂટી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ખનીજ ચોર નવા રોડનો દુરુપયોગ થતો હોવા છતાં સ્થાનિક તંત્ર મૌન..? અનેક સવાલો ઉભા કરે છે.

“સરકાર પ્રજાના પૈસે સુવિધા આપે છે, પણ અહીં તો  ખનીજ માફિયાઓ તે સુવિધાનો ઉપયોગ સરકારી સંપત્તિ લૂંટવા માટે જ કરી રહ્યા છે.” -? વાંકાનેર પંથકમાં જે રીતે ડીવાયએસપી એસ.એચ. શારડા અને પીઆઇ બી.વી. પટેલની ટીમે માફિયાઓનો સફાયો કર્યો છે, તેવી જ કડક કાર્યવાહીની અપેક્ષા ટંકારા પોલીસ પાસે રાખવામાં આવી રહી છે. શું ટંકારા પોલીસ અને ખાણ ખનીજ વિભાગ વિરપર-લીલાપર રોડ પર વોચ ગોઠવવાની તસ્દી લેશે? શું કરોડોની ખનીજ સંપત્તિ અને જનતાના રોડને બચાવવા કોઈ ઠોસ પગલાં લેવાશે? શું વહેલી તકે આ ખનીજ માફિયાઓ પર કાર્યવાહી કરવામાં આવશે કે નહી તે જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!