ARAVALLIMODASA

અરવલ્લી : મોડાસા તાલુકાના સાકરિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય 22,23,24 એપ્રિલ એ ત્રિ-દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાશે

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા તાલુકાના સાકરિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય 22,23,24 એપ્રિલ એ ત્રિ-દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાશે

શ્રી ભીડભંજન વિકાસ ટ્રસ્ટ, સાકરિયાધામ દ્વારા પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા મુજબ આવનારા 22, 23 અને 24 એપ્રિલ દરમિયાન મંદિર ખાતે જીર્ણોધાર મહોત્સવ, મારૂતિયાગ તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જેવા પવિત્ર ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ત્રિ-દિવસીય મહોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાયો છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને 22 એપ્રિલના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાનાર છે, જેને લઈને આયોજનમાં વિશેષ તૈયારી હાથ ધરવામાં આવી રહી છે.મહોત્સવ દરમિયાન ગીરના સુપ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવીનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉપરાંત પરમ પૂજ્ય જીગ્નેશ દાદા દ્વારા સત્સંગ પ્રવચન અને હનુમંત ચરિત્ર પર આધારિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટ તેમજ સ્થાનિક સેવાભાવી લોકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!