ARAVALLIMODASA

અરવલ્લી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ટીંટોઇ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ટીંટોઇ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

અરવલ્લી જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તે જ ભાગરૂપે ટીંટોઇ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું

ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.આર. ડામોર તથા પીએસઆઈ એચ.બી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારોમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો. પેટ્રોલિંગ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી અને લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.આગામી ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ સતર્ક બની કાર્ય કરી રહ્યો છે. લોકશાહીના પર્વરૂપ ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!