પાલનપુરમાં અખાત્રીજ ના દિવસે ભગવાન પરશુરામ નો પ્રાગટ્ય દિવસે ધામધૂમથી ઉજવાયો

19 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં અખાત્રીજ ના દિવસે ભગવાન પરશુરામ નો પ્રાગટ્ય દિવસે ધામધૂમથી ઉઉજવાયો.સામુહિક આરતી. પૂજન શોભાયાત્રા બાઈક રેલી મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા.વૈશાખ સુદ ત્રીજ એટલે વણ જોયા મુરત ગણાય છે સાથે પરશુરામ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ઠેર ઠેર ઉજવણી જોવા મળી રહે છે આ દિવસે પાલનપુરમાં ભગવાન પરશુરામની ઉજવણીધામધૂમથી ઉજવવામાં આવી મોટી સંખ્યામાં ભૂદેવ શહેરના પાતાળેશ્વર મહાદેવ મંદિરે ભગવાન પરશુરામ પૂજા પાઠ. સાથે સામૂહિક આરતી આયોજન કરવામાં આવ્યું હતું બાદ ભગવાન પરશુરામ રથયાત્રા યુવાનો માથે કેસ પહેરી સાથે બાઈક સવારો મોટી સંખ્યામાં ભૂદેવ ઓ જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી સાંજના સમયે એક પાર્ટી પ્લોટ પહોંચી હતી ત્યાં સન્માન સમારોહ કાર્યક્રમમાં આયોજનમાં પરશુરામ પરિવારના આગેવાનો અનેક રાજકીય અગ્રણીઓ સાધુ સંતો મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો હાજરી આપી હતી
પાલનપુરમાં ભગવાન પરશુરામ ની ઉજવણી ઉજવાઈ હતી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજનમાં મોટી સંખ્યામાં ભૂદેવ હાજરી આપી હતી બાદ શોભા યાત્રા નીકળી હતી આ શોભાયાત્રા પાતાળેશ્વર મંદિર પાસેથી સીમલા ગેટ. દિલ્હી ગેટ. ગુરુ નાનક ચોક .સંજય ચોક. જિલ્લા પંચાયત એરોમા સર્કલ .બિહારી બાગ. હનુમાન ટેકરી જેવા વિસ્તારોમાં પરિભ્રમણ કરી પાર્ટી પ્લોટ પહોંચી હતી જ્યાં સન્માન કાર્યક્રમ ભૂદેવ તેજસ્વી તારલાઓ તેમજ ભૂદેવ અધિકારીઓ. રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ તેમજ ભૂદેવ ના વડીલો સન્માન કરવામાં આવ્યું હતું આ પરશુરામ ઉજવણીમાં અશોક પુરોહિત. મનોજ ઉપાધ્યાય. કમલેશ મહેતા. નિખિલભાઇ જોશી. ધારાસભ્ય અનિકેત ઠાકર શ્રી શ્રી 1008 મહામંડળે શ્વર શ્રી રામેશ્વર નંદગીરી મહારાજ . રાજુભાઈ જોષી .મુખ્ય મહેમાન હરગોવન શિરવાડિયા. ડો. નિરવ પુરોહિત. અરૂણભાઇ જોશી. ડો. હર્ષ ત્રિવેદી જેવા અનેક ભૂદેવ મહેમાનો હાજર રહ્યા હતા.







