BHACHAUGUJARATKUTCH

ભચાઉના સામખીયારી PHC ખાતે નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ આરોગ્ય દિવસની ઉજવણી

માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અંગે જાગૃતિ સાથે THRમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન યોજાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ, તા-૦૯ ઓગસ્ટ : નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ આરોગ્ય દિવસ અભિયાન હેઠળ ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામખીયારી ખાતે કિશોરીઓ, સગર્ભા મહિલાઓ (ANC) તેમજ મહિલાઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ અને માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી, જિલ્લા RCHO ડો. દિનેશ પટેલ, ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણસિંગ તથા PHC સામખીયારીના મેડિકલ ઓફિસર ડો. સીમા ચૌધરી અને ICDS ભચાઉના CDPO નયનાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેનકુમાર પાતર અને દિશા સુથાર દ્વારા કિશોરીઓને માસિક સ્વચ્છતા, વ્યક્તિગત સ્વચ્છતા, યોગ્ય સેનિટરી પેડનો ઉપયોગ, સમયસર પેડ બદલવાની પદ્ધતિ, પેડના સુરક્ષિત નિકાલ તેમજ માસિક ધર્મ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરીઓ સાથે ખુલ્લો સંવાદ કરી તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર દ્વારા માસિક સ્વચ્છતા કોર્નર તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં કિશોરીઓને માસિક સ્વચ્છતા અંગે જરૂરી માહિતી તથા યોગ્ય વ્યવસ્થાપન અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરીઓને સેનિટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ICDS વિભાગની આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રેશન (THR)માંથી વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ નિદર્શન દ્વારા પોષણયુક્ત આહારનો સરળતાથી ઉપયોગ કરી શકાય તે અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં PHC મેડિકલ ઓફિસર ડો. સીમા ચૌધરી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મંજુબેન ગરવા, PHC સામખીયારી સુપરવાઈઝર મીનાબેન સોલંકી, ICDS સુપરવાઈઝર પ્રિયાબેન પંડ્યા, એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેનકુમાર પાતર અને દિશા સુથાર સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ, આંગણવાડી વર્કરો, આશા ફેસિલિટેટરો, આશા બહેનો તથા મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે વેબિનિટી અવેરનેસ YouTube ચેનલ, સામખીયારી સાથે સંકળાયેલા દાતાશ્રી જીગરભાઈ ચાવડા અને સુરેશભાઈ ચૌહાણ દ્વારા કિશોરીઓને સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દ્વારા કિશોરીઓ અને મહિલાઓમાં માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા તેમજ માસિક ધર્મ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!