હાલોલ:ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ પર્વની સમસ્ત બ્રહ્મસમાજ તેમજ પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૪.૨૦૨૬
હાલોલ નગર ખાતે આજે અજર અમર ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ પર્વની સમસ્ત બ્રહ્મસમાજ તેમજ પરશુરામ ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગર માં ભગવાન પરશુરામ ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.પરશુરામ જયંતિ ને લઈને નગર ના તેમજ પંથકના બ્રહ્મ સમાજમાં એક પ્રકારનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હતો પરશુરામ જયંતિને લઈને હાલોલ નગર ખાતે દિવસ ભરના ધાર્મિક કાર્યક્રમો ભક્તિ સભર વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યા હતા જેમાં વહેલી સવારે પાદુકા પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભૂદેવોએ હાજરી આપી હતી.હાલોલ નગર ખાતે આજે રવિવાર ના રોજ અજર અમર ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ને લઇ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) હાલોલ અને શ્રી પરશુરામ ઉત્સવ સમિતિ દ્વારા નગરના પાવાગઢ રોડ પર તળાવની પાર પર આવેલ શ્રી શારનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.જેમાં નગરના બ્રહ્મ સમાજ સહિત અન્ય રાજકીય તેમજ સામાજિક મહાનુભાવો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. જે શોભાયાત્રા નગરના પાવાગઢ રોડ પર રહી બજારમાં થઈ શહેરના રાજમાર્ગો પર ફરી હતી.જેમાં ભગવાન શ્રી પરશુરામના જયકારા સાથે ભક્તજનો ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.













