KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની વિવિધ સરકારી કચેરીઓ,શાળા કોલેજ ખાતે રાષ્ટ્રીય પર્વ ની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી.

તારીખ ૧૫/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ભારત ની આઝાદી ને ૭૯ વર્ષ પૂરા થઈ ને ૮૦ માં વર્ષ મા પ્રવેશ કરેલ છે જે આઝાદી કા અમૃત અંતર્ગત ૭૫ માં સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત કાલોલ નગર તથા તાલુકામાં ઉત્સાહભેર મોટીસંખ્યામાં ગામના આગેવાનો અને અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય પર્વ ની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલ કોર્ટના એડિશનલ સિનિયર સિવિલ જજ કુ.સુદેશ મેડમ, કાલોલની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર મહેસુલ વિભાગ અર્જુનસિંહ બારીયા દ્વારા, કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ દ્વારા, કાલોલ પોલીસ સ્ટેશનમાં સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા,કાલોલ નગરપાલિકા ખાતે પાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા દ્વારા તેમજ ડો.બાબાસાહેબની પ્રતિમાં પાસે કાલોલ તાલુકા પંચાયત સભ્ય અક્ષયભાઈ નાગર દ્વારા,કાલોલ કુમાર શાળા ખાતે ડૉ સુનીલભાઈ પરમાર દ્વારા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તથા કોલેજ અને તાલુકાની શાળાઓમાં રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાલોલ તાલુકા કક્ષા નો ધ્વજ વંદન કાર્યક્રમ ખંડેવાડ ગ્રામ પંચાયત કચેરી ખાતે મામલતદાર વી.એ. પટેલ ના હસ્તે યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!