MORBI:વિશ્વના સૌથી ઊંચા ક્રિકેટ મેદાન પર મોરબીની ટીમનો ઐતિહાસિક વિજય




MORBI:વિશ્વના સૌથી ઊંચા ક્રિકેટ મેદાન પર મોરબીની ટીમનો ઐતિહાસિક વિજય

7500 ફૂટની ઉંચાઈએ આવેલા હિમાચલ પ્રદેશના વિશ્વના સૌથી ઊંચા ક્રિકેટ ગ્રાઉન્ડ ચેઈલ ખાતે રમાયેલી રોમાંચક શ્રેણીમાં ધ રોર ક્રિકેટ ક્લબ મોરબીની ટીમે અદ્દભૂત પ્રદર્શન કરી શાનદાર વિજય સાથે શ્રેણી જીતી લીધી હતી.

સમગ્ર ગુજરાતમાંથી આ પહેલી ટીમ અને ખેલાડીઓ છે જેમણે આ ઐતિહાસિક મેદાન પર બે વખત રમીને નવો ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચમાં અંશ ભાકરે શાનદાર બેટિંગ કરી અને 72 રન બનાવ્યા અને મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો. જ્યારે યશરાજ સિંહે તેની સચોટ બોલિંગ વડે વિરોધી ટીમને હરાવી અને 3 હેટ્રિક લઈને જીતનો પાયો મજબૂત કર્યો.

એવોર્ડ વિતરણ સમારોહમાં ભારતીય સેનાના મેજર કપિલ, નેશનલ મિલિટરી સ્કૂલ ચેઈલના એડમિન ઓફિસર શ્રી જયંત જયાલ વોટર, દિલ્હી વર્ડ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડો. અલી ખાન, ધ રોર ક્રિકેટ ક્લબના કોચ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મોરબી માટે ગૌરવની વાત છે કે આ ટીમને વિશ્વના સૌથી ઊંચા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવાનું સન્માન મળ્યું છે.



