જૂનાગઢ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન વ્યાપક બન્યું તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ રેલીના માધ્યમથી અચૂક મતદાનનો સંદેશ આપ્યો
જૂનાગઢ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન વ્યાપક બન્યું તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ રેલીના માધ્યમથી અચૂક મતદાનનો સંદેશ આપ્યો

રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા હેતુથી આજે જૂનાગઢ જિલ્લામાં વ્યાપક સ્તરે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને સ્વીપ (SVEEP) નોડલ અધિકારીની સૂચના અન્વયે આજે જિલ્લાના તમામ તાલુકાઓમાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાઈને મતદાન જાગૃતિ માટેનો સંદેશ આપ્યો હતો. આમ, નાગરિકોને મતદાનના પવિત્ર અધિકાર પ્રત્યે જાગૃત કરવામાં આવ્યાં હતા. જિલ્લામાં યોજાયેલી આ રેલીઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગામ અને શહેરના વિવિધ માર્ગો પર ભ્રમણ કર્યું હતું. આ અભિયાન દ્વારા ખાસ કરીને મહિલાઓ, સિનિયર સિટીઝનો અને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મતદારો કોઈ પણ પ્રકારની લાલચ, ડર કે પ્રલોભન વગર સંપૂર્ણપણે નૈતિક રીતે અને મુક્ત મને મતદાન કરે તે અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ સઘન પ્રયાસોને પગલે મતદારોમાં મતદાન પ્રત્યે નવીન ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તા.૨૬મી એપ્રિલે મતદાન થશે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





