NATIONAL

JEE Main 2026ના પરિણામો જાહેર

જેઈઈ મેઈન-2026ના પરિણામો રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) JEE મેઈન 2026 પરીક્ષાના પરિણામો જાહેર કરી દીધા છે. જાન્યુઆરી અને એપ્રિલ 2026ના સત્રમાં પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેમનો સ્કોર જોવા માટે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ જેવા લોગિન વિગતોની જરૂર પડશે.

આ રીતે ચેક કરો JEE મેઈન સેશન-2નું પરિણામ

  • પરિણામ જોવા માટે સૌથી પહેલા NTAની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાવ.
  • ત્યાં JEE Main 2026 સેશન-2 રિઝલ્ટ માટેની લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ જરૂરી ખાનામાં તમારો યુનિક એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • લોગિન સેશન વેરિફાય કરવા માટે જે સિક્યોરિટી પિન સ્ક્રીન પર દેખાય તે મુજબ ટાઈપ કરો.
  • વિગતો સબમિટ કરતા જ તમારો સ્કોરકાર્ડ અને ઓલ ઇન્ડિયા રેન્ક દેખાશે.
  • હવે તને ડાઉનલોડ કરી ભવિષ્ય માટે પ્રિન્ટ કાઢી લો.

Back to top button
error: Content is protected !!