MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી 2026: “જાગશે મોરબી, જીતશે મોરબી” ના નારા સાથે AAPનું વચનપત્ર જાહેર




MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી 2026: “જાગશે મોરબી, જીતશે મોરબી” ના નારા સાથે AAPનું વચનપત્ર જાહેર


મોરબી વર્ષ 2026ની મહાનગરપાલિકા ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) એ મોરબીના સર્વાંગી વિકાસ માટે પોતાનો વિસ્તૃત મેનિફેસ્ટો (વચનપત્ર) જાહેર કર્યો છે. “જાગશે મોરબી, જીતશે મોરબી” ના સંકલ્પ સાથે પાર્ટીએ શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ પર ભાર મૂકતા દસ મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે.સ્વચ્છતા અને આરોગ્ય: દિલ્હી મોડલની ઝલક AAPએ વચન આપ્યું છે કે સત્તામાં આવતાની સાથે જ મોરબીના દરેક વોર્ડમાં મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે, જ્યાં નાગરિકોને મફત સારવાર અને દવાઓ મળશે. આ ઉપરાંત, શહેરને ‘ઉકારડામુક્ત’ બનાવવા માટે ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની આધુનિક વ્યવસ્થા અને વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની ખાતરી આપી છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક વ્યવસ્થા મોરબીની વર્ષો જૂની રસ્તા અને ટ્રાફિકની સમસ્યા માટે પાર્ટીએ આક્રમક આયોજન રજૂ કર્યું છે:ખાડામુક્ત રસ્તા: મુખ્ય માર્ગોને સિમેન્ટ રોડ બનાવવાનો નિશ્ચય.ભ્રષ્ટાચાર મુક્ત ટેન્ડર: કામમાં ગેરરીતિ કરનાર કોન્ટ્રાક્ટરોને સીધા જ બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ.પરિવહન: સસ્તી અને સારી સિટી બસ સેવા તેમજ રિક્ષા ચાલકો માટે ‘સેફ ઓટો પોઈન્ટ’.વોર્કર્સ ઝોન: લારી-ગલ્લા અને પાથરણા વાળા વેપારીઓ માટે વ્યવસ્થિત જગ્યા અને પાર્કિંગની સુવિધા.શિક્ષણ અને યુવા શક્તિ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના હેતુથી બંધ પડેલા બાલમંદિરોને મોડર્ન ટેકનોલોજી સાથે ફરી શરૂ કરવાનું વચન અપાયું છે. યુવાનો માટે ફ્રી વાઈ-ફાઈ યુક્ત મોર્ડન લાઈબ્રેરી, અદ્યતન જીમ અને સ્કિલ ડેવલપમેન્ટ સેમિનારોનું આયોજન કરવામાં આવશે.પારદર્શક શાસન અને જનતાની ભાગીદારી AAPના મેનિફેસ્ટોમાં ‘જનતા પ્રથમ’ નીતિ પર ભાર મૂકવામાં આવ્યો છે:
24 કલાકમાં ઉકેલ: નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે મોબાઈલ એપ અને હેલ્પલાઈન શરૂ કરાશે.
ડિજિટલ સેવા: જન્મ-મરણના દાખલા જેવી સેવાઓ ઘરે બેઠા ઉપલબ્ધ કરાવાશે.પારદર્શિતા: મહાનગરપાલિકાના ખર્ચની વિગતો ઓનલાઈન જાહેર કરાશે જેથી ભ્રષ્ટાચાર પર લગામ લગાવી શકાય.મહિલા સુરક્ષા અને ગ્રીન મોરબી
મહિલાઓની સુરક્ષા માટે CCTV નેટવર્ક અને સ્પેશિયલ ફરિયાદ સેલની રચના કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટે સોલાર ઉર્જાને પ્રોત્સાહન અને મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન ચલાવી ‘ગ્રીન મોરબી’ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.”અમે માત્ર વાયદા નથી કરતા, ગેરંટી આપીએ છીએ. મોરબીની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને આપણું આ બ્લૂપ્રિન્ટ શહેરનો નકશો બદલી નાખશે.” – સ્થાનિક AAP નેતૃત્વ આ મેનિફેસ્ટો જાહેર થતા જ મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે મોરબીની જનતા આ ‘વિકાસના મોડલ’ ને કેટલો આવકારે છે.




