

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે વિકલાંગ માનવસેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય દસમો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે કુલ સાત જોડાઓ એ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.
આ સમૂહ લગ્નોત્સવનું આયોજન છેલ્લા દસ વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ વણકર (ફ્રુટવાળા), ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરવામાં આવી હતી.
સમૂહ લગ્નોત્સવમાં સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો હતો.




