ARAVALLIMODASA

અરવલ્લી | શામળાજી મોડાસા હાઈવે પર ન્યુ મેવાત હોટલના પાર્કિંગમાં ટ્રકમાંથી SMC એ 38 લાખથી વધુના દારૂ સાથે 1 આરોપી ઝડપ્યો – વડોદરા ખાતે દારૂ પહોંચે તે પહેલા SMC ની કાર્યવાહી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી | શામળાજી મોડાસા હાઈવે પર ન્યુ મેવાત હોટલના પાર્કિંગમાં ટ્રકમાંથી SMC એ 38 લાખથી વધુના દારૂ સાથે 1 આરોપી ઝડપ્યો – વડોદરા ખાતે દારૂ પહોંચે તે પહેલા SMC ની કાર્યવાહી

અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શામળાજીથી મોડાસા હાઈવે પર ન્યુ મેવાત હોટલના પાર્કિંગમાંથી હરિયાણાથી ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ટ્રક સાથે ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે

SMCને મળેલી બાતમીના આધારે ટ્રક નંબર HR-84-5352 પર વોચ ગોઠવવામાં આવી હતી. રેઇડ દરમિયાન ટ્રકના બંધ બોડી કન્ટેનરમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 6,312 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કુલ કિંમત અંદાજે રૂ. 38.85 લાખ ગણવામાં આવી છે.પોલીસે ટ્રક, દારૂ છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલા લોખંડના સ્ટેન્ડ, મોબાઈલ ફોન અને અન્ય સામાન સાથે કુલ રૂ. 57.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ટ્રક ડ્રાઈવર મુસ્તકીમ જમીલ (ઉંમર 27, રહેવાસી મેવાત, હરિયાણા)ની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાથી વડોદરા પહોંચાડવાનો હતો. આ ગેરકાયદેસર કારોબારમાં આરોપીનો ભાઈ સદ્દામ જમીલ (સપ્લાયર), તેમજ શકુન ઉર્ફે સરપંચ મેવાતી સહિત અન્ય લોકો સંડોવાયેલા છે, જે હાલ ફરાર છે.પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 81, 83, 98(2), 116(બી) હેઠળ ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.આ કાર્યવાહીથી દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર ફરી એકવાર પોલીસની કડક નજર સાબિત થઈ છે

Back to top button
error: Content is protected !!