Rajkot: લોકશાહીનો ઉત્સવ: રાજકોટ જિલ્લામાં સ્વેપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન તેજ

તા.૨૨/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લા અને શહેરમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને શ્રમયોગીઓ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા
Rajkot: ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારીની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદાન જાગૃતિ અભિયાન’ કાર્યરત છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી અને આસપાસના વિસ્તારોમાં બહેનોએ હાથમાં મહેંદી મૂકીને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

તેમજ હડમતાળા અને પડવલા ખાતે સ્થિત ખાનગી કંપનીઓ દ્વારા પણ મતદાન અંગે જાગૃતિ પ્રસરાવવામાં આવી હતી. જસદણના સ્વ સહાય જૂથની મહિલાઓએ પણ મતદાન કરવા અંગે સામુહિક સંકલ્પ લીધો હતો.
લોકશાહી પ્રત્યેની જવાબદારીને વધુ મજબૂત બનાવવા માટે રાજકોટની કોલેજોમાં મતદાન શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસરગણ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.




