AMRELI CITY / TALUKO

વડીયા પો.સ્ટે. ના મોટી કુંકાવાવ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડતી અમરેલી ટીમ

વડીયા પો.સ્ટે. ના મોટી કુંકાવાવ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પકડીપાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામે, ઘનશ્યામનગરમાં જુગાર અંગે રેઈડ દરમિયાન ત્રણ ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી. પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) સામતભાઈ ધીરૂભાઈ રાઠોડ, ઉ.વ.૩૧, રહે.મોટી કુંકાવાવ, ઘનશ્યામનગર, તા.વડીયા, જિ.અમરેલી

(૨) પ્રતાપભાઈ ધીરૂભાઈ રાઠોડ, ઉ.વ.૩૫, રહે.મોટી કુંકાવાવ, ઘનશ્યામનગર, તા.વડીયા, જિ.અમરેલી

(૩) ફુલાભાઈ ઉર્ફે બાવડુ હિરાભાઈ માવલીયા, ઉ.વ.૪૦, રહે.મોટી કુંકાવાવ, ઘનશ્યામનગર, તા.વડીયા, જિ.અમરેલી

→ પકડાયેલ મુદ્દામાલ:-

રોકડા રૂ.૨૬,૮૧૦/- તથા ગંજીપત્તાના પાના નંગ – પર કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૨૬,૮૧૦/- નો મુદ્દામાલ.

→ કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફ:-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!