
તા.૨૩.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limdi:લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ અંતર્ગત મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો 
ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાના લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે આયુષ્માન ભવઃ કેમ્પ અંતર્ગત ગોત્રી મેડિકલ કોલેજ, વડોદરાના સહયોગથી વિશાળ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ગોત્રી મેડિકલ કોલેજના વિવિધ વિભાગોના નિષ્ણાત તબીબોએ દર્દીઓની તપાસ કરી યોગ્ય નિદાન તથા સારવાર પૂરી પાડી હતી.આ આરોગ્ય કેમ્પમાં કુલ 98 દર્દીઓએ લાભ લીધો હતો. વિવિધ રોગોની તપાસ સાથે સલાહ અને જરૂરી સારવાર આપવામાં આવી, જેથી સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થઈ.સમગ્ર મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. ડી. કે. પાંડે, મેડિકલ ઓફિસર ડૉ.અરવિંદ વાર્શ્નેય અને ડેન્ટલ સર્જન ડૉ.નિશા ગર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવામાં જોડાયેલા તમામ તબીબો, આરોગ્ય કર્મચારીઓ તેમજ લાભાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.





