KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૯માં પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી કરાઇ.

 

તારીખ ૨૩/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી કાલોલ દશાલાડ સમાજ ટ્રસ્ટ દ્વારા તા. ૧૮મીએ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૯માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ગો. ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી (રાજકોટ-કાલોલ-મથુરા) ના સાનિધ્યમાં નાગેશ્વર મહાદેવના પટાંગણમાં આ મહોત્સવ ઉજવાયો હતો.સમાજના ૧૫૦૦થી વધુ વૈષ્ણવોએ વચનામૃત તેમજ પ્રસાદીનો લાભ લીધો અને ભક્તિમાં તરબોળ થયા.આ પ્રસંગે ગો. ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીને ફ્રાન્સની કેનેડી યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટરેટ’ની માનદ પદવી એનાયત થવા બદલ સમાજ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું. મહારાજશ્રીની ૨૬ વર્ષની નિઃસ્વાર્થ સમાજ સેવા તેમજ ગૌ-સેવાને બિરદાવવા માટે તેમને મોમેન્ટો આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે સવારે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ૧૧૦ જ્ઞાતિજનોએ લાભ લીધો.સમાજના નવા કાર્યાલયમાં પધરામણી તેમજ શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!