
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં સરડોઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો શાનદાર પ્રદર્શન, N.M.M.S. પરીક્ષામાં 5 વિદ્યાર્થીઓ મેરિટમાં

અરવલ્લી જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ગૌરવ અનુભવાય તેવી સિદ્ધિ સામે આવી છે. ધોરણ-8માં લેવાયેલી N.M.M.S. (નેશનલ મિન્સ-કમ-મેરિટ સ્કોલરશિપ) સ્પર્ધાત્મક પરીક્ષામાં સરડોઈ પ્રાથમિક શાળાના પાંચ વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.સરકારી શાળાઓ પણ ગુણવત્તાસભર શિક્ષણમાં આગળ વધી રહી છે તેવું જીવંત ઉદાહરણ સરડોઈ પ્રાથમિક શાળાએ પૂરું પાડ્યું છે. સતત મહેનત, અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પના બળ પર વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી છે.મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓમાં રહેવર શ્રિયા ધર્મપાલસિંહ, પુવાર આરાધ્યા હરપાલસિંહ, રાઠોડ ગજેન્દ્ર વિક્રમસિંહ, પરમાર અંશ આશિષભાઈ અને પ્રણામી ગુંજન કિશનભાઈનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓના આ ઉત્તમ પરિણામથી સમગ્ર શાળા પરિવાર તેમજ વિસ્તારમાં ખુશી અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.આ સિદ્ધિ પાછળ શિક્ષિકા પરમાર પ્રિયાબેનનું માર્ગદર્શન અને મહેનત મહત્વપૂર્ણ સાબિત થઈ છે. તેમના પ્રયાસોથી વિદ્યાર્થીઓને યોગ્ય દિશા અને પ્રેરણા મળી છે.સરડોઈ પ્રાથમિક શાળાએ આ પરિણામ દ્વારા ફરી એકવાર સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને મહેનતથી સરકારી શાળાના વિદ્યાર્થીઓ પણ મોટા મુકામ હાંસલ કરી શકે છે. શાળાએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે.





