THARADVAV-THARAD

લગ્નને બનાવ્યું સેવા મહોત્સવ! ગણતા ગામે પરસોત્તમભાઈએ રક્તદાન કેમ્પ અને શાળાને રૂમ ભેટ આપી અનોખી શરૂઆત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

રક્તદાન મહાદાન માટે સતત કાર્યરત એવા પરસોત્તમભાઈ બી.પરમાર ગામ ગણતા તા. લાખણી નાઓના લગ્ન પ્રસંગે સંકલ્પ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ જેમાં લગ્ન પ્રસંગમાં આવેલ સ્નેહીજનો પૈકી 35 થી વધુ લોકોએ રક્તદાન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.સમગ્ર લાખણી તાલુકામાં લગ્ન પ્રસંગે રક્તદાન કેમ્પ રાખવામાં આવેલ હોય એવું પ્રથમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

* સાથે જ પરસોત્તમભાઇના લગ્ન પ્રસંગે તેમના પરિવાર તરફથી ચંડીસર ખાતે નિર્માણ પામી રહેલ અને હાલમાં નિશુલ્કમાં પાલનપુર ખાતે સંચાલિત ક્લાસિસ,લાયબ્રેરી અને હોસ્ટેલ માટે *જાગૃત યુવા મિત્ર મંડળ* સંસ્થા માં એક રૂમના દાતા અને રૂપિયા ૩,૧૧,૦૦૦/- નું અનુદાન આપી શૈક્ષણિક કાર્યમાં સહયોગી બની એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. તેમજ લગ્ન મંડપમાં ઠેર ઠેર વ્યસનમુક્તિ,રક્તદાન અને મહાપુરુષોના વિચારોના બેનર મૂકીને સામાજિક ક્રાંતિનો વિચાર પ્રચલિત કર્યો છે.આ પ્રસંગે જાગૃત યુવા મિત્ર મંડળના સભ્યો અને લગ્ન પ્રસંગે આવેલ તમામ સામાજિક આગેવાનો ,વડીલો અને સ્નેહીજનો દ્વારા પરસોત્તમભાઈ અને તેઓના પરિવારનો ખૂબ પ્રશંસા સાથે આભાર વ્યક્ત કરિને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!