MORBI:સરપદળ હુમલો અને લૂંટ કેસ: મુખ્ય આરોપી નવઘણ ભરવાડના જામીન મંજૂર





MORBI:સરપદળ હુમલો અને લૂંટ કેસ: મુખ્ય આરોપી નવઘણ ભરવાડના જામીન મંજૂર

તાજેતર માં ચકચારી એવા પડધરી ના સરપદળ વિસ્તારમાં બેફામ કાર ચલાવી લોકોને ઈજા પોહચાડી મનુષ્ય વધ ના ગુના તેમજ લુટ કરવાના ગુનામાં મુખ્ય આરોપી નવઘણભાઈ ભરવાડ ને રાજકોટ સેસન્સ કોર્ટમાંથી જામીન મુક્ત કરાવતા ધારાશાસ્ત્રી હિમશીખા એમ.રાઠોડ

ફરિયાદી ની ફરિયાદ એવી હતી કે, આ કામના ફરિયાદી પોતાના હવાલાવાળી રિક્ષા લઇ સરપદળ ગામથી પોતાના ગામ રાદડ જતા હોય તે દરમિયાન આ કામના મુખ્ય આરોપી નવઘણભાઈ ભરવાડ તેમજ અન્ય ત્રણ આરોપી પોતાના હવાલાવાળી સફેદ કલર ની બલેનો ફોર વ્હીલ કાર પુરઝડપે માનવ જીન્દગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીની રિક્ષા સાથે પાછળથી ટક્કર મારી રિક્ષા વોકળામાં પડી જતા રિક્ષા માં નુકશાન કરી જેમફાવે તેમ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી મનુષ્ય નું મૃત્યુ થઈ જશે તેવું જાણવા છતાં આરોપી એ પોતાના હવાલા વાળી કાર સરપદળ ના અન્ય વિસ્તારમાં પુર ઝપાટે ચલાવી બે થી ત્રણ વ્યક્તિને ઈજા પોહચાડી કાર ચાલક ત્યાંથી નાશી જતા તેમજ બાદમાં એક ઇકો વાળા સાથે માથાકૂટ કરી આરોપી એ પોતાના હવાલા વાળી કાર ઇકો ગાડી સાથે મોરેમોરો ભટકાળીને ઇકો ગાડી વાળાનાં ફોન ની લુટ કરી ત્યાંથી પણ નાસી જતા પડધરી તાલુકા પોલીસ એ બી.એન.એસ ની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ બાદ પડધરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરેલ બાદ નામ. રાજકોટ સેસન્સ કોર્ટમાં ધારાશાસ્ત્રી હિમશીખા એમ.રાઠોડ દ્વારા જામીન અરજી દાખલ કરેલ જેમાં નામ. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ ના ચુકાદાઓ રજુ કરેલા તેમજ ધારદાર દલીલ કરેલ જેમાં નામ. કોર્ટે બન્ને પક્ષની દલીલો ને ધ્યાન માં રાખી મુખ્ય આરોપી નવઘણભાઈ ભરવાડ ને શરતી જામીન ઉપર મુક્ત કરેલ છે.




