MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) :માળિયા (મિં.) સામાન્ય બોલાચાલીનો ખાર રાખી યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

MALIYA (Miyana) :માળિયા (મિં.) સામાન્ય બોલાચાલીનો ખાર રાખી યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

 

શહેરમાં સામાન્ય બાબતે મનદુઃખ રાખી હિંસક હુમલો કરવાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં બાઇક ધીમે ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીનો બદલો લેવા માટે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, માળિયા મિંયાણાના જખરીયા પાટી વોર્ડ નં-1 માં રહેતા ગુલામ જુનસ જેડા (ઉ.વ. 30) ના કાકાના દીકરાના લગ્ન હતા. આ પ્રસંગ દરમિયાન આરોપી મયુદિન અબ્બાસભાઈ માલાણીને મોટરસાઇકલ ધીમે ચલાવવા બાબતે ગુલામભાઈએ ટોક્યા હતા. આ બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.આ જૂની અદાવતનો ખાર રાખીને આરોપી મયુદિન માલાણીએ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. જ્યારે ફરિયાદી ગુલામભાઈ એક હોટલ પર ચા પીવા બેઠા હતા, ત્યારે આરોપીએ પાછળથી આવી ગાળો આપી ઝપાઝપી કરી હતી. ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે ગુલામભાઈના વાસામાં જમણી બાજુ પડખાના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ગુલામ જેડાએ માળિયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!