MORBI:મોરબીના નિલકંઠ વિદ્યાલયના સ્પર્શ કાર્યક્રમમાં મતદાન માટે શપથ લેવડાવ્યા





MORBI:મોરબીના નિલકંઠ વિદ્યાલયના સ્પર્શ કાર્યક્રમમાં મતદાન માટે શપથ લેવડાવ્યા

મોરબી, નિલકંઠ વિદ્યાલય એટલે કંઈકને કંઈક નવું કરવું, વિદ્યાર્થીઓને,મોરબીને કંઈક નવું આપવું એ નિલકંઠ વિદ્યાલયની પરંપરા રહી છે ત્યારે નિલકંઠ વિદ્યાલયના તેજસ્વી તારલાના સન્માનના “સ્પર્શ” કાર્યક્રમમાં આગામી સ્થાનિક સ્વ રાજ્યની ચૂંટણીમાં લોકો બહોળી સંખ્યામાં મતદાન કરે એ માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા,

મોરબીના રાધે પાર્ટી પ્લોટ ખાતે મોટી વેશનલ સ્પીકર મનીષ વઘાસિયા,કેપ્સ ડાયરેકટર અને ટ્રસ્ટી જીત વડસોલા, નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ નિલકંઠ વિદ્યાલયના તમામ ટ્રષ્ટિઓ તેમજ ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓને ઉપસ્થિતમાં દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘે જણાવ્યું હતું કે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ અને નાગરિક ધર્મ છે પણ મતદાન કરવામાં લોકો આળસ કરી નાગરિક ધર્મ બજાવવામાં ઉણા ઉતરતા હોય એવું ક્યાંક ને ક્યાંક લાગતું હોય, ભૂતકાળમાં એક મત માટે આખી સરકાર વિશ્વાસ મત ગુમાવી બેઠી હતી અને સમગ્ર દેશમાં મધ્ય સત્ર ચૂંટણી આવી હતી એક મતની કિંમત કેટલી છે એનું ઉદાહરણ રજૂ કરી સૌને મહાદાન સમાન મતદાન કરવા અનુરોધ કરી શપથ લેવડાવ્યાં હતાં.



