કાલોલ તાલુકાના પીંગળી ગામની કીર્તનસિંહ પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિધાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૨૫/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી ગામે આવેલી ઠાકોર કિર્તનસિંહ પૃથ્વીસિંહ પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિધાર્થીઓ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ તબક્કે શાળા ના એસએમસી શિક્ષણવિદ કવિ લેખક વિજય વણકર પ્રીત ના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળા ના આચાર્ય વિનોદભાઈ પગી દ્વારા ધોરણ આઠ ના વિધાર્થીઓ નો વિદાય સમારંભ અંતર્ગત વાત રજૂ કરી હતી ત્યારે સૌ શાળા ના સ્ટાફ દામિનીબેન દરજી, પુષ્પાબેન ચૌહાણ, વિજયભાઈ પરમાર, મેહુલભાઈ પટેલ રંગીતભાઈ માછી, દક્ષાબેન તેમજ સવિતાબેન માછી સહિત સૌએ પોતાના વર્ગકાર્ય દરમિયાન ના અનુભવો અને બાળકોની મસ્તી, તો પ્રવીણ્યતા વિગેરે જેવી બાબતો રજૂ કરી હતી દામિની દરજી દ્વારા સૌ બાળકોને યાદો રૂપે ગિફ્ટ આપી હતી અને વિધાર્થીઓ ને સ્ટાફ થકી આશીર્વાદ આપ્યા હતા.જૂના સંસ્મરણો સાથે તાજી યાદો કરી વિધાર્થીઓ એ અનુભવ વ્યક્ત કર્યો આ કાર્યક્રમ દરમિયાન કવિ વિજય વણકર દ્વારા વિદ્યાર્થીઓ ને ગમે તેવી સ્થિતિ પરિસ્થિતિ માતા પિતા ની આવે ભણવાનું છોડી ના દેતા અને આ તબક્કે સૌ સારું શિક્ષણ મેળવી જુદી જુદી પોસ્ટ પર આધારિત બનો જેમકે કોઈ કવિ, લેખક, શિક્ષક, ડૉક્ટર, પોલીસ, એન્જિનિયર તો કોઈ ધારાસભા નો સભ્ય કે સંસદ ભવન પર સાંસદ બની શકે છે એવા ઉચ્ચ શિક્ષણ મેળવી ઉચ્ચ વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા અંતે શાળા ના શિક્ષકે મેહુલભાઈ આભાર દર્શન કર્યા હતા.








