
પાલીતાણા તા ૨૫-૦૪-૨૦૨૬
પાલીતાણા તાલુકાના સગાપરા ગામની ધાર ઉપર આવેલા પ્રસિદ્ધ પ.પૂ સંત વિજયગીરી બાપુ આશ્રમ ખાતે રાષ્ટ્રીય સંત પ.પૂ મોરારીબાપુ ના શ્રી મુખે ચાલતી ”રામકથા” માં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે અને ભાવિકભક્તજનો સાથ રામ કથા શ્રવણ કરી રહ્યા છે અને પુણ્ય મેળવી ધન્યતા નો અનુભવ કરી રહ્યા છે ત્યારે પાલીતાણા પત્રકાર પરિષદ ના તમામ મિત્રો ”રામકથા” શ્રવણ કરી પુણ્ય નું ભાથું બાંધી આનંદ અનુભવી રહ્યા છે આ ઐતિહાસીક રામકથા માં પાલિતણા પત્રકાર પરિષદ ના પ્રેદેશ મંત્રી આર.બી.રાઠોડ, પાલીતાણા પ્રમુખશ્રી અબ્બાસ ભાઈ વોરા આઇ ટી સેલ પ્રમુખ જિશાન ખુંટ, કાળુભાઇ ભાઈ , આરીફભાઇ ,સલીમભાઇ સૈયદ , મુસ્તાક ભાઈ સૈયદ નીતિન ભાઈ પરમાર સહીત મિત્રો એ કથા સાંભળી.
અહેવાલ જિશાન ખુંટ









