ARAVALLIMODASA

મોડાસા – હફશાબાદ ગામમાં મતદાન બુથ મુદ્દે અસંતોષ, 400 થી વધુ મતદારોનો બહિષ્કાર એલાન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – હફશાબાદ ગામમાં મતદાન બુથ મુદ્દે અસંતોષ, 400 થી વધુ મતદારોનો બહિષ્કાર એલાન


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હમશાબાદ ગામમાં લોકશાહીની પ્રક્રિયા વચ્ચે અસંતોષનો જોરદાર વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ગામના આશરે 400થી વધુ મતદાતાઓએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર જાહેર કરતાં ગામમાં ઉગ્ર નારા ગુંજી ઉઠ્યા છે — “બુથ નહીં તો વોટ નહીં!” અને “બુથ જોઈએ, બુથ જોઈએ!” ગામજનોએ આક્ષેપ કર્યો છે કે વર્ષોથી હફશાબાદ પ્રાથમિક શાળામાં ચાલતો મતદાન બુથ કોઈપણ પૂર્વ સૂચના વિના અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે તેને અંદાજે બે કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યો છે. જેના કારણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને દૈનિક મજૂરી કરતા લોકો માટે મતદાન કરવું મુશ્કેલ બની રહ્યું છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેઓએ આ મુદ્દે વહીવટી તંત્ર પાસે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઠાલવી રહ્યા છે. યોગ્ય જવાબ ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને હવે તેઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કડક નિર્ણય લીધો છે.
હાલ સ્થિતિ એવી છે કે હફશાબાદ ગામમાં વિરોધનો માહોલ ગરમાયો છે અને એક જ અવાજ ગુંજી રહ્યો છે — “બુથ નહીં તો વોટ નહીં..! ”હવે મહત્વનો સવાલ એ ઉભો થયો છે કે શું વહીવટી તંત્ર સમયસર હસ્તક્ષેપ કરીને મતદાતાઓને મનાવી શકશે કે પછી ગામમાં બહિષ્કાર યથાવત રહેશે.

Back to top button
error: Content is protected !!