
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – વાવકંપા સાયરા રોડ પર રાત્રિના સમયે 1.10 કરોડના સોના ચાંદીની લૂંટનો ગુન્હો 6 જ દિવસમાં ઉકેલાયો – 5 આરોપી ઝડપાયા

અરવલ્લી જિલ્લામાં મોડાસા રૂરલ પોલીસ અને એલ.સી.બી. ટીમે નોંધપાત્ર કામગીરી કરતા સાયરા ગામની સીમમાં થયેલી ટ્રાન્સપોર્ટ લૂંટનો ગુન્હો માત્ર ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને અંદાજે રૂપિયા 73.17 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, તા. 19 એપ્રિલ 2026 ના રોજ રાત્રિના સમયે સાયરાથી વાવકંપા રોડ પર અજાણ્યા ચાર ઇસમોએ ટ્રાન્સપોર્ટની ટ્રક (GJ-27-X-4970)ને ઓવરટેક કરી અંદર રહેલા સોના-ચાંદીના દાગીનાની આશરે રૂપિયા 1.10 કરોડથી વધુની લૂંટ ચલાવી હતી. આ મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ ગુન્હો ઉકેલવા માટે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની આગેવાનીમાં ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમ્યાન 25 એપ્રિલે રાજેન્દ્રનગર ચોકડી પાસે હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર (GJ-07-DH-0100)ને રોકી તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ગાડીમાંથી સોના-ચાંદીના દાગીના, રણીઓ અને બિસ્કિટ મળી આવતા ચાર આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા.પૂછપરછ દરમિયાન આરોપીઓએ લૂંટનો ગુન્હો કબૂલ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓએ અમદાવાદથી ટ્રકનો પીછો કરી સાયરા નજીક લૂંટ અંજામ આપી હતી.પોલીસે વધુ તપાસમાં અન્ય સહઆરોપી નિકુંજ પટેલને પણ ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 63.29 લાખનો મુદામાલ તેમજ અન્ય આરોપી પાસેથી રૂપિયા 9.93 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના જુનેદ સિંધી સહિત અમદાવાદ અને ખેડાના ઇસમોનો સમાવેશ થાય છે. જ્યારે એક આરોપી અકબર (ડુંગરપુર) હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગુન્હાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને આ કાર્યવાહી પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે
પકડાયેલ આરોપીઓ-
1 ) જુનેદ સ/ઓફ શફીમોહમદ બસીરમોહમદ સિંધી (મુસલમાન) રહે.રાજતલાબ પથવીગંજ મહોલ્લા, બાસવાડા થાના-રાજતલાબ તા.બાસવાડા જી.બાંસવાડા (રાજસ્થાન)
2) સુરજ સ/ઓફ અશોકભાઈ દુર્ગાજી ખટીક રહે. ઓમનગર સોસાયટી, વાસણ અમદાવાદ
3) નિકુંજકુમાર સ/ઓફ નરેન્દ્રભાઈ પરશોતમદાસ પટેલ રહે.એ/૧૦૪, આતિશ્ય શોપ, લુબી હાઉસની પાસે, ત્રાગડ અન્ડરપાસ, વિષ્ણોદેવી સર્કલ, અમદાવાદ
4) રાજ સ/ઓફ વિજયભાઈ પ્રવિણભાઈ પંડયા રહે.ઉંડા ફળીયા તા.ઠાસરા જી.ખેડા (ડાકોર)
5) અતુલભાઈ સ/ઓફ બચુભાઈ સંપ્રિતચંદ શાહ રહે.૧૫, ન્યુ ૨શ્મી સોસાયટી, વાસણા અમદાવાદ
પકડવાના બાડી આરોપી-
અકબર રહે.ડુંગરપુર કે જેનુ પુરૂનામ સરનામુ મળેલ નથી




