ARAVALLIGUJARATMODASA

શામળાજી – ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ-10 ના મોનીટર એ અન્ય વિધાર્થીને થૂંકવા બાબતે ઠપકો આપતા મોનીટરને માર મારતા 2 લોકો સામે નોંધાઈ ફરિયાદ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ-10 ના મોનીટર એ અન્ય વિધાર્થીને થૂંકવા બાબતે ઠપકો આપતા મોનીટરને માર મારતા 2 લોકો સામે નોંધાઈ ફરિયાદ

શામળાજી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ-10 ના વિદ્યાર્થી સાથે મારામારીનો આક્ષેપ રજા દરમિયાન થૂંકવા બાબતે બોલાચાલી બાદ બે યુવકો પર હુમલો કરવાનો આરોપ, વિદ્યાર્થીને માથામાં ઈજા થતાં સારવાર માટે ખસેડાયો

અરવલ્લી: શામળાજી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થી સાથે મારામારી થયાની ફરિયાદ શામળાજી પોલીસ મથકે નોંધાઈ છે. વિદ્યાર્થીની માતા મંજુલાબેન ડામોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, રિસેસ દરમિયાન શાળાના ગેટ પાસે વિદ્યાર્થી એકલો ઊભો હતો ત્યારે હોસ્ટેલમાં થૂંકવા બાબતે અન્ય વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો.ફરિયાદ મુજબ, આ બાબતે યશભાઈ સહદેવ પાંડોર પોતાના મિત્ર દેવરાજભાઈ મહેશભાઈ સાધુને બોલાવી લાવ્યો હતો. ત્યારબાદ બંનેએ વિદ્યાર્થી સાથે બોલાચાલી કરી ગાળો આપી હોવાનો આક્ષેપ છે.

આક્ષેપ મુજબ, બોલાચાલી ઉગ્ર બનતાં દેવરાજભાઈએ હાથમાં પહેરેલા કડાથી વિદ્યાર્થીના માથાના પાછળના ભાગે, ગળાના ભાગે તથા પેટના ભાગે માર માર્યો હતો. ઘટનામાં વિદ્યાર્થીને માથામાં ઈજા થતાં લોહી નીકળ્યું હતું. બાદમાં વિદ્યાર્થીએ શિક્ષકને જાણ કરતાં શિક્ષકની ગાડીમાં તેને શામળાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.ફરિયાદમાં વધુ જણાવ્યા મુજબ, ઘટનાના સમયે બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. શરૂઆતમાં બંને પક્ષ વચ્ચે સમાધાનની વાત ચાલતી હોવાથી ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી અને અરજી આપવામાં આવી હતી. જોકે સમાધાન ન થતાં આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદના આધારે શામળાજી પોલીસે દેવરાજભાઈ મહેશભાઈ સાધુ અને યશભાઈ સહદેવ પાંડોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ સહિતના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે.

Back to top button
error: Content is protected !!