MORBI:મોરબી ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ ૩ કાર્યકરો ૬ વર્ષ માટે સસ્પેન્ડ





MORBI:મોરબી ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ ૩ કાર્યકરો ૬ વર્ષ માટે સસ્પેન્ડ

મોરબી: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે મોરબી જિલ્લા ભાજપ સંગઠને પક્ષમાં શિસ્ત જાળવવા માટે આકરા પગલાં લીધા છે. પક્ષના સત્તાવાર ઉમેદવારો વિરુદ્ધ કામગીરી કરવા બદલ અને શિસ્તભંગના ગંભીર આક્ષેપો હેઠળ ત્રણ સક્રિય કાર્યકરોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, પક્ષની નીતિ-રીતિ વિરુદ્ધ જઈને સમાંતર પ્રવૃત્તિ કરનારા કાર્યકરો સામે લાલ આંખ કરવામાં આવી છે. આ ત્રણેય કાર્યકરોને તેમના પ્રાથમિક સભ્યપદ અને તમામ પદ-જવાબદારીઓમાંથી મુક્ત કરી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
શિસ્તભંગના મામલે સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો જીતેન્દ્રભાઈ દલપતરામ રામાવત (મોરબી તાલુકો),રવિભાઈ કેશવજીભાઈ ઘુમલ (મોરબી તાલુકો),દિનેશભાઈ પ્રેમજીભાઈ કૈલા (મોરબી શહેર)ચૂંટણીના માહોલમાં આ પ્રકારની શિસ્તભંગની કાર્યવાહીથી ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષના સત્તાવાર મેન્ડેટ સામે બળવો કરનાર કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોઈપણ વ્યક્તિને ચલાવી લેવામાં આવશે નહીં.



