MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારામાં ૯૪ વર્ષીય વૃદ્ધાએ મતદાન કરી લોકશાહી પર્વ ઉજવણી કરી





TANKARA:ટંકારામાં ૯૪ વર્ષીય વૃદ્ધાએ મતદાન કરી લોકશાહી પર્વ ઉજવણી કરી


ટંકારા: લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણીમાં આજે ટંકારા નગરપાલિકા વિસ્તારમાં રહેતા ૯૪ વર્ષીય હીરાબેન હરજીવનભાઈ સેજપાલે મતદાન કરી એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વધતી ઉંમર અને શારીરિક અશક્તિ હોવા છતાં, હીરાબેને મતદાન મથકે પહોંચીને ઉત્સાહપૂર્વક પોતાનો પવિત્ર મતાધિકાર ઉપયોગ કર્યો હતો અને લોકશાહીના આ પર્વની ઉજવણી કરી હતી. તેમની આ જાગૃતતા જોઈને અન્ય મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.



