MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬: બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૦.૩૪% મતદાન નોંધાયું

MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬: બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૦.૩૪% મતદાન નોંધાયું

 

મોરબી: મોરબી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી જ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ‘મોરબી સહયોગ’ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૫૦.૩૪% મતદાન નોંધાયું છે.

મતદાનમાં પુરુષો મહિલાઓ કરતા આગળ રહ્યા છે. વિગતવાર આંકડા નીચે મુજબ છે:

પુરુષો: ૫૪.૭૧% – સ્ત્રીઓ: ૪૫.૫૯%

વોર્ડ મુજબ મતદાનની વિગત: શહેરના કુલ ૧૩ વોર્ડમાં અલગ-અલગ મતદાનની ટકાવારી જોવા મળી છે. જેમાં વોર્ડ નંબર ૮ માં સૌથી વધુ જ્યારે વોર્ડ નંબર ૭ માં ઓછું મતદાન જોવા મળ્યું છે.

વોર્ડ નંબર મતદાન (%) વોર્ડ નંબર મતદાન (%)

વોર્ડ ૧ ૫૨.૯૧% વોર્ડ ૮ ૫૪.૮૯%

વોર્ડ ૨ ૪૮.૭૭% વોર્ડ ૯ ૫૨.૦૩%

વોર્ડ ૩ ૫૧.૧૭% વોર્ડ ૧૦ ૫૦.૪૬%

વોર્ડ ૪ ૫૪.૬૪% વોર્ડ ૧૧ ૫૩.૯૬%

વોર્ડ ૫ ૪૮.૭૫% વોર્ડ ૧૨ ૪૯.૫૩%

વોર્ડ ૬ ૪૫.૧૨% વોર્ડ ૧૩ ૪૮.૫૧%

વોર્ડ ૭ ૪૦.૦૫%

ઝોન મુજબ મતદાનનો ટ્રેન્ડ: વોર્ડ ૧ થી ૪: ૫૧.૭૩% – વોર્ડ ૫ થી ૯: ૪૮.૩૯% – વોર્ડ ૧૦ થી ૧૩: ૫૧.૦૬%

હજુ મતદાનના અંતિમ કલાકો બાકી હોવાથી આ આંકડામાં વધારો થવાની શક્યતા છે. તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!