MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: મંત્રી કાંતિલાલ અમૃતિયાએ કર્યું મતદાન; ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: મંત્રી કાંતિલાલ અમૃતિયાએ કર્યું મતદાન; ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

 

મોરબી: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે આજે મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ આજે સવારે મોરબીના વોર્ડ નં-૩ માં મતદાન મથકની મુલાકાત લીધી હતી અને સહપરિવાર મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.

 

મોરબી મહાનગરપાલિકાની કુલ ૫૨ બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ બેઠકો પર પોતાનું નસીબ અજમાવવા માટે કુલ ૧૭૭ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

મતદાન કર્યા બાદ આત્મવિશ્વાસ છલકાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, “વિકાસના કામોને જોતા જનતા ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂકશે. માત્ર મોરબી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો મને મક્કમ વિશ્વાસ છે.”

કાંતિલાલ અમૃતિયાએ મોરબીના તમામ નાગરિકોને અપીલ કરતા કહ્યું હતું કે, “વધુમાં વધુ સંખ્યામાં બહાર આવીને મતદાન કરો. તમારો એક કિંમતી મત શહેરના વિકાસ માટે મહત્વનો છે.”

Back to top button
error: Content is protected !!