કાલોલમાં હઝરત સૈયદ અઝીમુદ્દીન જીલાની સાથે હઝરત સૈયદ મોઇનુદ્દીન બાબાની ઉર્ષ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ.

તારીખ ૨૬/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે ગુલામાને અઝીમે મિલ્લત ગ્રુપ દ્વારા હઝરત સૈયદ અઝીમુદ્દીન મહમુદ નુરૂલ્લાહ જીલાની અલયહિર્રહમા ના ૩૮મા સાથે હઝરત સૈયદ મોઇનુદ્દીન ફકીરૂલ્લાહ જીલાની અલયહિર્રહમા ના બીજા ઉર્ષની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી અને આ પાવન અવસરે ધર્મગુરૂ મુફ્તી શેખ સૈયદ ઉમર સલીમ સાહેબ હુસૈની રિફાઈ (બગદાદ શરીફ)તેમજ કારી સૈયદ અમીરુદ્દીન કાદરી બાબા સાથે હઝરત સૈયદ કબીર બાબાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉર્ષની ઉજવણી કારવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં અનુયાયીઓ અને અકીદતમંદોની ઉપસ્થિત વચ્ચે દીન-ઇ-ઇસ્લામના સિદ્ધાંતો અને વલીઓના જીવનમાંથી માર્ગદર્શન મેળવવાની પ્રેરણા આપવામાં આવી હતી જ્યાં સમગ્ર માહોલ ભક્તિ અને શ્રદ્ધાભાવથી ઓતપ્રોત રહ્યો હતો.ઉર્ષની ઉજવણી અંતર્ગત ખાસ દુઆઓ કરવામાં આવી અને દેશ-સમાજમાં શાંતિ, એકતા અને ભાઇચારો વધે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી અંતમાં હાજર તમામ ભક્તજનો માટે ન્યાઝ (લંગર)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા ગુલામાને અઝીમે મિલ્લત ગ્રુપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.









