KALOL(Panchamahal)PANCHMAHAL

દેલોલના બંધ મકાન ને નિશાન બનાવી સોના ઘરેણાં રોકડ મળી રૂ ૧ ૯૮૧૭૦/ની ચોરી અજાણ્યા તસ્કરો સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ.

 

તારીખ ૨૭/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

દેલોલ ભટવાડા ગામે જીનેન્દ્રભાઈ બાબુભાઈ કનોજીયા ના બંધ મકાન ને અજાણ્યા ચોર એ નિશાન બનાવી મકાન માંથી સોના ઘરેણાં કિંમત રૂ ૧ ૯૮૧૭૦/ ની ચોરી કરી ફરાર થતા અજાણ્યા તસ્કરો સામે કાલોલ પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદી જીનેન્દ્રભાઈ બાબુભાઈ કનોજીયા પોતાની પત્નીને ગર્ભાશયનુ ઓપરેશન કરવાનુ હોવાથી તા ૧૨/૦૪/૨૦૨૬ ના રોજ થી તા ૨૧/૦૪/૨૦૨૬ સુધી મકાન ને તાળુ મારી વડોદરા ખાતે દાખલ કરેલ અને પત્નીનું ઓપરેશન થયા બાદ તા ૧૫/૦૪/૨૦૨૬ ના રોજ દવાખાનામાથી રજા આપતા ફરિયાદી પત્નીને લઇ તેઓના ભાઇના ઘરે રોકાયેલ હતા. અને ત્યાથી ખાનગી નોકરી એ જવા માટે અપડાઉન કરતા હતા અને ગઈ તા ૨૧/૦૪/૨૦૨૬ ના રોજ ફરિયાદી નોકરી ઉપર હતા ત્યારે આશરે બારેક વાગ્યાની આસ પાસ તેઓની પત્નીનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે, આપણા ઘરની સામે રહેતા પારૂલબેન ભટ્ટ નાઓનો ફોન આવેલ અને તેઓએ વાત કરેલ છે કે, તમારા ઘરનું તાળુ તુટેલ છે અને દરવાજો ખુલ્લો છે તમો ઘરે આવો તેવી વાત કરેલ જેથી ફરિયાદી કંપનીમાંથી રજા લઈ દેલોલ ખાતે પાંચેક વાગ્યાની આસપાસ પહોંચતા ત્યા પત્ની તથા તેઓના ભાઈ નિતિનભાઇ હાજ૨ હોય જેથી તેઓએ જોયેલ તો તેઓના ઘરના આગળના લોખંડના દરવાજો ખુલ્લો હતો અને તેની પાછળ બીજો લાકડાનો દરવાજાને ને મારેલ તાળું તોડી નાખેલ હોવાથી નકુચો વળી ગયેલ અને અંદરના લોક પણ તુટેલ હોય જેથી તેઓએ મકાનમાં પ્રવેશ કરી ખાત્રી તપાસ કરતા ઘરમાં નિચેના માળના રૂમોમા જોતા લાકડના બેડ ઉપર એક લોખંડની નરાશ મુકેલ હતી, તેમજ મંદિર સામે કબાટ મુકેલ હોય જે જોતા તેનો દરવાજો ખુલ્લો હતો. અને મંદીરમા મુકી રાખેલ મુર્તીઓ જે તે હાલતમા હતી. જે પછી ઉપરના પ્રથમ માળે જઈ તપાસ કરતા એક રૂમમા બે તિજોરી હતી જે બન્ને તિજોરીના દરવાજા તુટેલ ખુલ્લી હાલતમાં હતા અને તેમા મુકી રાખેલ સર સામાન જેમનો તેમ હતો પરંતુ તેના અંદરના લોકરો ખુ લ્લા હતા. જે રૂમની બાજુમા બીજો એક રૂમ આવેલ જેમા પણ એક તિજોરી હતી જેમાનો બધો સર સામાન બહાર ખુલ્લી હાલાતમાં પડેલ હતો. જે તિજોરીમાં એક નાના લોકરમાં પ્લાસ્ટીકની નાની ડબ્બીઓમા તેજસ જવેલર્સ દેલોલ તથા અંકિત જવેલર્સ રાજપીપળાના પર્સમા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મુકી રાખેલ હતા, જે તપાસ કરતા જોવા મળેલ નહી જેથી ફરિયાદી ને માલુમ પડેલ કે મારા ઘરમા કોઈ અજાણ્યા તથા કોઈ જાણ ભેદુ ચોર ઇસમો મારા ઘર ના દરવાજાનુ તાળું તેમજ અંદરના લોક તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમા મુકી રાખેલ દાગીનાઓની ચોરી કરી લઈ ગયેલ છે જેમાં (૧) સોનાની વિટી (સ્ત્રી) નંગ ૧૦ જે જુની વપરાયેલ આશરે કિંમત ૧૩ ૦૩૦/(૨) સોનાની વીટી (પુરૂષ) નંગ ૦૨ જે જૂની વપરાયેલ આશરે કિંમત રૂ ૮૫૦૦/(૩) સોનાની ચેઇન નંગ-૦૨ જુની વપરાયેલ આશરે કિંમત રૂ ૯૫૦૦ (૪) સોનાની કાનની બુટી જોડ નંગ -૦૩ જુની વપરાયેલ આશરે કિંમત રૂ ૧૬ ૦૦૦/(૫) સોનાની કાનની શેરો જોડ નંગ ૦૧ જુની વપરાયેલ આશરે કિંમત રૂ ૪૦૦૦/(૬) ચાંદીના છડા જોડ નંગ ૦૧ જુના અપરાયેલ આશરે કિંમત રૂ ૨૦૧૦૦/(૭) સોનાની રૂદ્રાસવાળી લક્કી નંગ ૦૧ જુની વપરાયેલ આશરે કિંમત રૂ ૨૦ ૫૦૦/(૮) સોનાનુ મગળસુત્ર નંગ ૦૧ જુનુ વપરાયેલ આશરે કિંમત રૂ ૧૬ ૦૦૦/(૯) શેકડા રૂ ૫૦૦૦/ સહિત સોના ઘરેણાં કુલ મળીને રૂ ૧ ૯૮૧૭૦/ ની ચોરી થતા અજાણ્યા તસ્કરો સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!