આણંદ ખાણ ખનીજ વિભાગે રૂપિયા 1.40 કરોડનો કર્યો મુદ્દા માલ જપ્ત

આણંદ ખાણ ખનીજ વિભાગે રૂપિયા 1.40 કરોડનો કર્યો મુદ્દા માલ જપ્

તાહિર મેમણ – આણંદ – 27/04/2026 – આજ રોજ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મદદનીશ ભુસ્તરશાસ્ત્રી, આણંદ ની ટીમને સુચના આપી હતી કે આકસ્મિક ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે લાગુ મહીસાગર નદી પટ્ટ વિસ્તારમાં તપાસ હાથ દરવા જણાવ્યું હતું.
આણંદના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા તાત્કાલિક ટીમને રવાના કરવામાં આવી હતી અને અચાનક જ તપાસ હાથ ધરવામાં આવતા સુંદરપુરા ગામ મહીસાગર નદી પટ વિસ્તારમાં અલગ-અલગ કુલ 03 ચટ્ટાઓ/રસ્તાઓ બનાવી ગેરકાયદેસર સાદી રેતી ખનીજ નું ખોદકામ/વહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ની ટીમ દ્વારા સ્થળ ઉપરથી
02 એક્સે વેટર મશીન, 02 ટ્રેક્ટર -ટ્રોલી અને યાંત્રિક નાવડી-04 મળીને કુલ અંદાજિત 1.40 કરોડનો મુદ્દા માલ સીઝ કરી નિયમોનુસાર કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




