MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠક પર ભાજપનો વિજય: રાજેશભાઈ કાસુન્દ્રા 35 મતે જીત્યા





MORBI:મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠક પર ભાજપનો વિજય: રાજેશભાઈ કાસુન્દ્રા 35 મતે જીત્યા


આજરોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીમાં મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ત્રિભોવનભાઈ કાસુન્દ્રાએ ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે.
ચૂંટણીના આંકડાઓ મુજબ:
ભાજપ: રાજેશભાઈ કાસુન્દ્રાને 2245 મત મળ્યા.
કોંગ્રેસ: અંબારામભાઈ કાસુન્દ્રાને 2210 મત મળ્યા.
આપ: ઈસ્માઈલભાઈ અબુમિયાને 124 મત મળ્યા.
તીવ્ર રસાકસી બાદ ભાજપના રાજેશભાઈ કાસુન્દ્રાએ કોંગ્રેસના ઉમેદવારને 35 મતોની પાતળી સરસાઈથી પરાજય આપી વિજયનો ઝંડો લહેરાવ્યોછે.


