MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર; બગથલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા

MORBI:મોરબી: જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર; બગથલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા

 

ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો, ૧૯૯૪ના નિયમ-૬૩(૧) અન્વયે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ‘નમૂના નં. ૨૮ (ક)’ મુજબ જાહેર થયેલા આ પરિણામોમાં મોરબી તાલુકાની મહત્વની બેઠક પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે.

જાહેર થયેલી વિગતો મુજબ, બગથલા મતદાર વિભાગની બેઠક પર રસાકસી બાદ વિજેતા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠક ‘બિન અનામત સામાન્ય’ કેટેગરી હેઠળ હતી.જિલ્લા પંચાયતનું નામ મોરબી તાલુકા પંચાયતનું નામ મોરબી મતદાર વિભાગનું નામ બગથલા (ક્રમાંક-૨)વિજેતા ઉમેદવારનું નામ સતીષકુમાર ભાણજીભાઈ મેરજા

બગથલા બેઠક પરથી ચૂંટાયેલા સભ્ય સતીષકુમાર ભાણજીભાઈ મેરજા મોરબીના બગથલા ગામના જ રહેવાસી છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા અને વિજયી બન્યા છે. ચૂંટણી અધિકારી દ્વારા નિયમોનુસાર આ પરિણામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ વિજય સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વિજેતા ઉમેદવાર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!