MORBI:મોરબી વીશીપરામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને બી-ડિવિઝન પોલીસે દબોચ્યા





MORBI:મોરબી વીશીપરામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને બી-ડિવિઝન પોલીસે દબોચ્યા

શહેરમાં ગુનાખોરી અને ખાસ કરીને જુગારની બદીને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી સીટી બી-ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે વીશીપરા વિસ્તારમાં દરોડો પાડી, જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી લીધા છે.

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે વીશીપરામાં આવેલી રમેશ કોટન મીલની ચાલી પાસે કેટલાક ઇસમો જાહેરમાં રોડ પર જુગાર રમી રહ્યા છે. પોલીસે તુરંત કાર્યવાહી કરતા બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે નીચે મુજબના પાંચ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપ્યા હતા:ભીખાભાઇ હાસમભાઇ સુમરા (ઉ.વ. ૪૨, રહે. વીશીપરા) ઇસ્માઇલભાઇ કાસમભાઇ સુમરા (ઉ.વ. ૬૩, રહે. મદીના સોસાયટી, વીશીપરા)આમદભાઇ કાસમભાઇ સુમરા (ઉ.વ. ૪૪, રહે. વિજયનગર, વીશીપરા) ફીરોજભાઇ તૈયબભાઇ સુમરા (ઉ.વ. ૪૦, રહે. ક્રિષ્ના પાર્ક, વાવડી રોડ)રાજેશભાઇ ચતુરભાઇ રાઠોડ (ઉ.વ. ૫૧, રહે. જાઇન્સનગર, વીશીપરા) પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા ૭,૨૫૦ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.


